ઓસ્ટ્રિયામાં કોરોના સંક્રમણ બેકાબૂ- લોકડાઉન અંદાજે 20 દિવસ સુધી અહીયા યથાવત રહેશે

સોમવાર, 22 નવેમ્બર 2021 (14:14 IST)
ઓસ્ટ્રિયામાં કોરોના વાયરસના સંક્રમણને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેનુા કારણે આજથી અહીયા લોકડાઉન લગાવની દેવામાં આવ્યું માત્ર ઓસ્ટ્રિયાજ નહી પરંતુ યુરોપના ઘણા દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે  જેના કારણે અહીંયા જનજીવનમાં ભારે અસર થઈ છે. સાથે અર્થવ્યવસ્થાને પણ ભારે અસર થઈ રહી છે. 
 
જે લોકડાઉન લગાવામાં આવ્યું છે તે લોકડાઉન અંદાજે 20 દિવસ સુધી અહીયા યથાવત રહેશે. જોકે 10 દિવસ પછી તેનો રિવ્યુ પણ કરવામાં આવશે. લોકો કોઈ પણ હિસાબે બહાર ન નીકળે તેને લઈને પુરતુ ધ્યાન રાખવામાં આવશે. તમામ રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ કરાવી દેવામાં આવ્યા છે. સાથેજ મોટા કાર્યક્રમો પર અહીયાની સરકારે રદ કરવા આદેશ આપ્યા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર