ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ ઓગસ્ટમાં ત્રણવાર ભારતીય સીમામાં ઘુસપેઠ કરી. ન્યૂઝ એજંસી મુજબ ચીની સૈનિક ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના બારાહોતી દ્વારા ભારતીય સીમાની અંદર દાખલ થયા અને ચાર કિલોમીટર અંદર સુધી ઘુસી ગયા. બારાહોતી ભારત-ચીન સીમાની એ ત્રણ ચોકીઓમાંથી એક છે. જ્યા આઈટીબીપીના જવાન હથિયાર વગર પેટ્રોલિંગ કરે છે.
ઉલ્લેખનીય છે કે 1958માં ભારત અને ચીને બારાહોતીના 80 વર્ગ કિલોમીટરના વિસ્તારને વિવાદિત ક્ષેત્ર જાહેર કરતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે અહી કોઈપણ પોતાના જવાન નહી મોકલે. 2000માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ત્રણ પોસ્ટરો પર આઈટીપીબી હથિયારો વગર રહેશે. તેના જવાન પણ વર્દીને બદલે સિવિલિયન કપડામાં રહેશે. ઉત્તરાખંડમાં બારાહોતી ઉપરાંત એવી બે વધુ પોસ્ટ હિમાચલ પ્રદેશના શિપકી અને ઉત્તર પ્રદેશની કૌરિલમાં છે.
ભારતની નજરમાં એલએસી જ સત્તાવાર સીમા - ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ 4 હજાર કિમી લાંબી છે. ભારત આને બંને દેશો વચ્ચે સત્તાવાર સીમા માને છે. પણ ચીન આ વાતને સ્વીકારતુ નથી. એલએસી પાર કરવાના મુદ્દા પર આ વર્ષની શરૂઆતમાં ઉત્તરી કમાનના લેફ્ટિનેંટ જનરલ રણવીર સિંહે કહ્યુ હતુ કે બંને દેશ સીમાને જુદા જુદા માને છે. પણ ભારત અને ચીન પાસે આવા વિવાદોનો નિપટારો કરવા માટે તંત્ર હાજર છે.