હવે શાળાઓમાં 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાશે

સોમવાર, 26 ડિસેમ્બર 2022 (17:36 IST)
Cervical Cancer Vaccine: દેશની કેંદ્ર સરકારએ મહિલાઓ અને છોકરીઓના સ્વાસ્થય હિતમાં મોટો નિર્ણય લીધુ. દેશની મહિલાઓમાં તીવ્રતાથી વધતા સર્વાઈકલ કેંસરની રોકત્ગામ માટે મોદી સરકાર જલ્દી જ શાળામાં છોકરીઓને રસી લગાવશે. 
 
9 થી 14 વર્ષની છોકરી માટે સરકારનો મોટો નિર્ણય 
9 થી 14 વર્ષની ઉંમરની છોકરીઓને શાળામાં જ સર્વાઇકલ કેન્સર નિવારણ માટે CERVAVAC રસી આપવામાં આવશે. જે છોકરીઓ માટે અતિ ઉપયોગી છે. છોકરીઓ શાળામાં આ રસી મેળવી ન શકે તેમને માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 
 
કેન્દ્ર સરકારના આ સાર્વત્રિક રસીકરણ અભિયાન અંગે કેન્દ્રીય શિક્ષણ સચિવ સંજય કુમાર અને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર જારી કરવામાં આવ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર