સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ 75 વર્ષના લિંગાયત નેતા બીએસ યેદિયુરપ્પાને શનિવારે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે તેમને શનિવારે બહુમત સાબિત કરવા કહ્યુ છે. ગવર્નરે ભલે તેમને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હોય પણ કોર્ટે તેમને 28 કલાકનો સમય આપ્યો હતો. આવામાં તેમની પાસે પોતાના સમીકરણ યોગ્ય બેસાડવ માટે ખૂબ જ ઓછો સમય બચ્યો છે.
- જેડીએસના ધારાસભ્ય પણ હાજર. એવુ કહેવાય રહ્યુ છે કે હાલ 222માંથી 217 ધારાસભ્ય હાજર
- કોંગ્રેસના એક ધારાસભ્યને છોડીને બધા હાજર
- અમારા ધારાસભ્યોને પૈસાની સાથો સાથ કેબિનેટ પદની પણ ઓફર કરવામાં આવી છે : કોંગ્રેસ
- ભાજપનો આજે આખી દુનિયા સામે ખુલી પડી ગઈ છે. તેને ખબર છે કે તેની પાસે 104 ધારાસભ્યો છે તેમ છતાંયે તે અમારા ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ કરી રહી છે. પરંતુ અમારા ધારાસભ્યો પુરતા છે. અમારા 2 ધારાસભ્યો હાલ વિધાનસભા નથી પહોંચ્યા પણ અમને વિશ્વાસ છે કે તેઓ અમારૂ સમર્થન કરશે : વીરપ્પા મોઈલી, કોંગ્રેસ નેતા
- BJPના ધારાસભ્ય સોમશેખર રેડ્ડી પણ વિધાનસભામાંથી ગાયબ
- જેડીએસ ધારાસભ્ય એચડી કુમારસ્વામી અને એચડી રેવન્ના વિધાનસભામાં હાજર.
- કોંગ્રેસના બે ધારાસભ્યો આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટિલ વિધાનસભામાં ગેરહાજર.
- બહુમત પરીક્ષણનું લાઈવ ટેલિકાસ્ટ કરાવવામાં આવશે : સુપ્રીમ કોર્ટમાં તુષાર મહેતા