લગ્નની ખુશીઓમાં લાગ્યુ ગ્રહણ, રોડ દુર્ઘાટનામાં દુલ્હા-દુલ્હનનું મોત

બુધવાર, 6 માર્ચ 2024 (13:10 IST)
-એક જ પરિવારના 5 સભ્યોની મોત થઈ
-એક કાર સાઈડમા ઉભેલ ટ્રકથી અથડાવી 
-29મી ફેબ્રુઆરીએ લગ્ન, 3જી માર્ચે રિસેપ્શન
 
 
બાલકિરણએ 29 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા અને રિસેપ્શન 3 માર્ચને શહેરના શમીરપેટમાં અયોજવાના હતા. બાલકિરણની માતા મંથરી લક્ષ્મી અને પિતા મંથરી રવિંદર અને નાન ભાઈ ઉદય પણ માર્યા ગયા હતા. 
 
આંધ્રપ્રદેશના નાંદયલા જીલ્લામાં બુધવારની સવારે એક કાર સાઈડમા ઉભેલ ટ્રકથી અથડાવી જેનાથી એક નવ પરિણીત દંપત્તિ સાથે એક જ પરિવારના 5 સભ્યોની મોત થઈ ગઈ. આ દુર્ઘટના અલ્લાગડ્ડા મંડળમાં નલ્લાગાટલાની પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ પર થઈ. પોલીસએ જણાયુ કે દુર્ઘટના સવારે 5.15 વાગ્યે થઈ જ્યારે કાર ચલાવી રહ્યા માણસે સાઈડમાં ઉભી ટ્રક પર ધ્યાન નથી આપ્યુ. 
 
પરિવાર તિરુપતિ મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.
નંદ્યાલા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કે. રઘુવીર રેડ્ડીએ જણાવ્યું કે તિરુપતિના મંદિરમાંથી એક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે બુધવારે સવારે 5.15 વાગ્યે નલ્લાગતલા ગામમાં અકસ્માતની જાણ થઈ હતી. રેડ્ડીએ કહ્યું, “એક ટ્રક ડ્રાઈવરે કોઈ કામ માટે પોતાનું વાહન રસ્તાની બાજુએ પાર્ક કર્યું હતું અને તે ટ્રકમાંથી નીચે ઉતરતાની સાથે જ પાછળથી આવતી ટ્રક સાથે એક ઝડપી કાર અથડાઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
 
29મી ફેબ્રુઆરીએ લગ્ન, 3જી માર્ચે રિસેપ્શન
પરિવાર સિકંદરાબાદના અલવાલ વિસ્તારનો રહેવાસી હતો. આ અકસ્માતમાં બાલકિરણ અને કાવ્યાના લગ્ન એક અઠવાડિયા પહેલા થયા હતા. બાલાકિરણે 29 ફેબ્રુઆરીએ કાવ્યા સાથે લગ્ન કર્યા હતા અને રિસેપ્શન 3 માર્ચે શહેરના શમીરપેટ ખાતે યોજવામાં આવ્યું હતું. બાલાકિરણની માતા મંથરી લક્ષ્મી, પિતા મંથરી રવિન્દર અને નાનો ભાઈ ઉદય પણ માર્યા ગયા હતા.


Edited By-Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર