આ વખતે 1 જાન્યુઆરી મંગળવારે છે. આ દિવસે રાજસ્થાન, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, સિક્કીમ અને તમિલનાડુમાં રજા રહેવાની છે. 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી છે. આ દિવસે પશ્ચિમ બંગાળમાં બેંક બંધ રહેશે. 14 જાન્યુઆરીના રોજ પોંગલ, લોહરી અને મકર સંક્રાંતિ છે. આ દિવસે તેલંગાના, તમિલનાદુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામમાં બેંક બંધ રહી શકે છે.
16 જાન્યુઆરીના રોજ સંત તિરુવલ્લૂર દિવસ છે. આ તમિલનાડુમાં ઉજવાય છે. બીજી બાજુ 23 જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોસ જયંતી હોવાને કારણે પશ્ચિમ બંગાળ, ઉડીસા અને ત્રિપુરામાં રજા રહેશે. 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની રજા હોવાને કારણે આખા દેશમાં બેંક બંધ રહેશે. આ દિવસે ચોથો શનિવાર પણ છે. બીજી બાજુ બોમ્બે સ્ટોક એક્સચેંજએ પણ 2019 ના માર્કેટ હોલિડેની લિસ્ટ રજુ કરી છે. 2019માં શેર બજાર આખા વર્ષમાં 15 દિવસની રજા મનાવશે.