સર્ચ એંજિન ગૂગલ (Google)એ મંગળવારે ક્રિસમસ (christmas)ના અવસર પર તેની સાથે જોડાયેલ ગૂગલ ડૂડલ બનાવ્યુ છે. તેના પર ક્લિક કરીને તમે હેપી હોલીડેઝ જોવા મળશે. આ સમય સમગ્ર વિશ્વમાં રજાઓની સીઝન હોય છે. આ ખાસ ડૂડલમાં ગૂગલે બે ખુરશીઓ પર સૈટા ક્લોઝને બેસાડ્યો છે. આ ઉપરાંત google ના L અક્ષરના સ્થાને ક્રિસમસ ટ્રી બનાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મોટો દિવસ એટલે કે ક્રિસમસ (Christmas) ઉજવવામાં આવે છે. બાળકકોને આ દિવસે સેંટા ક્લૉજ (Santa Claus)ના આવવા અને ભેટ મળવાની રાહ જુએ છે . સાથે જ આ દિવસ ક્રિસમસ ટ્રી (Christmas Tree) પણ સજાવવામાં આવે છે. આ દિવસે ઈસામસીહના જન્મ પર ખુશીઓ મનાવાય છે અને એકબીજાને ગિફ્ટ આપવામાં આવે છે.