પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું, "મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?"
બાબા રામદેવે કરનાલની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન જ્યારે પત્રકારે પૂછ્યું કે હવે તમને યોગ ગુરુમાંથી બાબા લાલદેવ કેમ કહેવામાં આવે છે ? આ સવાલ સાંભળીને બાબા રામદેવના તેવર બદલાઇ ગયા. તેમણે આટકતરી રીતે જવાબ આપતા કહ્યું કે તને પેટમાં દુઃખે છે . આના પર રામદેવની આસપાસ બેઠેલા લોકો તાળીઓ પાડવા લાગ્યા અને હસવા લાગ્યા. આ પછી પત્રકારે પૂછ્યું કે તમે જનતાને કહ્યું હતું કે શું તમને એવી સરકાર જોઈએ છે જે 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનું સિલિન્ડર આપે ? ત્યારે બાબા રામદેવે કહ્યું કે કંઇક સારા સવાલ પૂછો.
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા 10 દિવસોમાં રૂ. 6.40ના વધારો થયો એના પર તેમણે ટિપ્પણી આપી હતી. પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું કે મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?