કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ, DAમાં 3 ટકાનો વધારો, પગાર પ્રમાણે સમજો- કેટલો થશે ફાયદો

બુધવાર, 30 માર્ચ 2022 (16:27 IST)
7th pay commission:કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. વાસ્તવમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે મોંઘવારી રાહતમાં પણ 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી મોંઘવારી ભથ્થું વધીને 34 ટકા થઈ ગયું છે, જ્યારે મોંઘવારી રાહત પણ વધીને 34 ટકા થઈ ગઈ છે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.
 
દર વર્ષે બે વાર થાય છે વધારોઃ તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચની ભલામણો અનુસાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. આ વધારો અર્ધવાર્ષિક ધોરણે કરવામાં આવે છે. આ વખતે વધારો 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર