બ્રેકિંગ ન્યુઝ - બાબા આસારામને મળી અંતરિમ જામીન

મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (13:09 IST)
સ્વયંભૂ બાબા આસારામને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. આસારામને અંતરિમ જામીન મળી ગઈ છે.  SC એ 2013 બળાત્કાર મામલે સ્વયંભૂ બાબા આસારામને આરોગ્યના આધાર પર અંતરિમ જામીન આપી છે.  
 
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટે આસારામને હૃદયની સારવારની શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. તમને જણાવી દઈએ કે આસારામ પોતાના જ ગુરુકુળની એક વિદ્યાર્થીની સાથે યૌન શોષણના મામલામાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ભોગવી રહ્યા છે. તેને માત્ર તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
 
આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીના હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આસારામના વકીલે જણાવ્યું કે તે હાર્ટ પેશન્ટ છે અને તેને હાર્ટ એટેક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર