અયોધ્યા મંદિર પર સરકારનુ મોટુ પગલુ, SC માં વિવાદિત જમીન છોડીને બાકી જમીન પર યથાસ્થિતિ હટાવવાની અરજી

મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (11:26 IST)
રામ જન્મભૂમિ વિવાવ મામલે કેન્દ્ર સરકારે મોટો દાવ રમ્યો છે.  સરકારે અયોધ્યા વિવાદ મામલે વિવાદિત જમીન છોડીને બાકી જમીનને પરત કરવા અને તેના પરની યથાસ્થિતિને હટાવવાની માંગ કરી છે. સરકારે પોતાની અરજીમા6 67 એકર જમીનમાંથી થોડો ભાગ સોંપવાની અરજી આપી છે. આ 67 એકર જમીન 2.67 એકર વિવાદિત જમીનના ચારેય બાજુ આવેલી છે. સુર્પીમ કોર્ટે વિવાદિજ જમીન સહિત 67 એકડ જમીન પર યથાસ્થિતિ રાખવા કહ્યુ હતુ. સરકારના આ પગલાનુ વીએચપી અને હિન્દુવાદી સંગઠનોએ સ્વાગત કર્યુ છે. 
 
1993માં કેન્દ્ર સરકારે અયોધ્યા અધિગ્રહણ એક્ટ હેઠળ વિવાદિત સ્થળ અને આસપાસની જમીન કબજે કરી લીધી હતી અને પહેલાથી જમીન વિવાદને લઈને દાખલ તમામ અરજીઓને ખતમ કરી નાખી હતી. સરકારના આ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે ઈસ્મઈલ ફારૂખી જજમેંટમાં 1994માં તમામ દાવેદારીવાળા સૂટને રદ્દ કરી નકહ્યા હતા અને જમીન કેન્દ્ર સરકાર અપસે જ રાખવાનુ કહ્યુ હતુ અને આદેશ આપ્યો હતો કે જેના ફેવરમાં કોર્ટન્મો નિર્ણય આવે છે જમીને તેને જ અપાશે. રામલલા વિરાજમાન તરફથી એડવોકેટ ઓન રેકોર્ડ વિષ્ણુ જૈને જણાવ્યુ હતુ કે બીજીવાર કાયદો લાવવા પર કોઈ રોક નથી પણ તેને સુપ્રીમ કોર્ટમાં ફરીથી પડકારી શકાય છે. 

મોદી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અયોધ્યામાં હિન્દૂ પક્ષકારોને જે ભાગ આપવામાં આવ્યો છે, તે રામજન્મભૂમિ ન્યાસને આપી દેવામાં આવે, જ્યારે 2.77 એકડ ભૂમિનો અમુક ભાગ ભારત સરકારને પાછા આપી દેવામાં આવે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની આસપાસ લગભગ 70 એકડ જમીન કેન્દ્ર સરકારની પાસે છે. તેમાંથી 2.77 એકડની જમીન પર ઇલાહાબાદ હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો, જે ભૂમિ પર વિવાદ છે તે જમીન 0.313 એકડ જ છે. સરકારનું કહેવું છે કે, આ જમીનને છોડીને બાકી જમીન ભારત સરકારને સોંપી દેવામાં આવે. મોદી સરકારનું કહેવું છે કે જે જમીન પર વિવાદ નથી તેને પાછી સોંપવામાં આવે.
 
29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર કેસની સુનાવણી થવાની હતી, પરંતુ તે ટળી ગઇ. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી પાંચ જજોની પીઠ કરી રહી છે.જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નજીર, જસ્ટિસ એસ.એ.બોબડે અને જસ્ટીસ ડીવાઇ ચંદ્રચૂડનો સમાવેશ થાય છે.
 
બીજીવાર કાયદો નહી 
 
આ વિવાદમાં મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીનુ કહેવુ હતુ કે જ્યારે અયોધ્યા અધિગ્રહણ એક્ટ 1993 માં લાવવામા6 આવ્યુ ત્યારે આ એક્ટને પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્યારે આ વ્યવસ્થા આપી હતી કે એક્ટ લાવીને સૂટને ખતમ કરવુ બિન સંવૈઘાનિક છે. પહેલા કોર્ટ સૂટ પર નિર્ણય લે અને જમીનને કેન્દ્ર ત્યા સુધી કસ્ટોડિયનની જેમ પોતાની પાસે રાખે.  કોર્ટનો નિર્ણય જેના પણ પક્ષમાં આવે સરકાર તેને જમીન સુપ્રત કરે. 

આ પહેલા 30 સપ્ટેમ્બર 2010ના રોજ ઇલાહાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠે અયોધ્યા વિવાદને લઇને નિર્ણય સંભળાવ્યો હતો. જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ યૂ ખાન અને જસ્ટિસ ડી વી શર્માની બેંચે અયોધ્યામાં 2.77 એકડની વિવાદિત જમીનને 3 ભાગોમાં વહેંચી હતી. જે જમીન પર રામ લલા બિરાજમાન છે, તેમાં હિન્દૂ મહાસભા, બીજા ભાગમાં નિર્મોહી અખાડા અને ત્રીજા ભાગને સુન્ની વક્ફ બોર્ડને આપી દેવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર