અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, આજે જેલ બહાર આવી શકે છે

શુક્રવાર, 21 જૂન 2024 (08:56 IST)
અરવિંદ કેજરીવાલને કથિત શરાબનીતિ કૌભાંડ કેસ મામલે મળ્યા જામીન, શુક્રવારે જેલ બહાર આવી શકે છે
 
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે કથિત શરાબનીતિ કૌભાંડ મામલાના મની લૉન્ડ્રિંગ કેસમાં જામીન આપ્યા છે.
 
 
કેજરીવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. શુક્રવારે તેઓ જામીન માટે જરૂરી એક લાખ રૂપિયાના બૉન્ડ કોર્ટમાં પેશ કરવામાં આવશે. જો બૉન્ડ સ્વીકાર કરી લેવામાં આવશે તો શુક્રવારે જ કેજરીવાલ જેલ બહાર આવી શકે છે.
 
અરવિંદ કેજરીવાલને કથિત મની લૉન્ડ્રિંગના મામલે 10 મેના રોજ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા જેની મર્યાદા એક જૂને સમાપ્ત થઈ હતી અને બીજી જૂને કેજરીવાલ ફરી તિહાડ જેલમાં પરત ફર્યા હતા. તેમને આ વચગાળાના જામીન લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આપવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર