જેટલી પ્રધાનમંત્રીના નામે લખેલી ચિઠ્ઠીમાં કહ્યુ, ગયા વર્ષે પાંચ વર્ષથી તમારા નેતૃત્વવાળી સરકારનો ભાગ હોવો અમારે માટે સન્માનની સાથે સાથે સીખની એક અસર પણ હતી. આ પહેલા પણ એનડીએની પહેલી સરકાર દરમિયાન પણ મને જવાબદારીઓ નિભાવવાની તક મળી. પાર્ટી સંગઠનમાં અને વિપક્ષમાં રહેતા પણ મે ઘણુ સીખ્યુ. સીખવાની મારી ભૂખ હજુ મરી નથી.
છેલા આઠ મહિના દરમિયાન હુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓથી ઘેરાયેલો રહ્યો છુ. મારા ડોક્ટર મને આ સમસ્યાઓમાંથી બહાર કાઢવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી પ્રચાર ખતમ થયો અને તમે કેદારનાથની તરફ જઈ રહ્યા હતા એ સમયે પણ હુ તમને વાત કરી હતી. હાલ હુ કોઈપણ પ્રકારની જવાબદારીઓથી દૂર રહેવા માંગુ છુ જેથી મારી સારવાર અને મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકુ. તમારા નેતૃત્વમાં ભાજપા અને એનડીએ એ શાનદાર અને સુરક્ષિત જીત નોંધાવી. આવતીકાલે નવી સરકાર શપથ લેશે.
હુ ઔપચારિક રીતે તમને આ નિવેદ્ન કરવા માટે ચિઠ્ઠી લખી રહ્યો છુ કે મને મારે માટે, મારી સારવાર મ આટે અને સ્વસ્થ થવા માટે યોગ્ય સમયની જરૂર છે. તેથી હાલ હુ નવી સરકારમાં કોઈપણ પ્રકારની જવાબદારી લેવા નથી માંગતો.