આ શો યેલહાંકા એરફોર્સ સ્ટેશન પર યોજાશે, જે 13-17 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં 109 વિદેશી સહિત 807 પ્રદર્શકો ભાગ લેશે. એશિયાના સૌથી મોટા એરો શો, એરો ઈન્ડિયા 2023માં, ભારત તેના સ્વદેશી ફાઈટર જેટને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે. આ સાથે વર્ષ 2025 સુધીમાં 35 હજાર કરોડના શસ્ત્રોની નિકાસનો લક્ષ્યાંક પણ હાંસલ કરવા જઈ રહ્યો છે.