બંગાળમાં એડિનોવાયરસ... જાણો કોને ખતરો વધુ અને તેના બચાવ અને લક્ષણ

મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (15:47 IST)
દેશમાં ડેંગૂ અને કોરોના બાદ હવે એડીનોવાયરસનો મામલો સામે આવ્યો છે. પશ્ચિમબંગાળમાં 11 બાળકોમાં એડીનોવાયરસના સંક્રમણની ચોખવટ થઈ છે. તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમની તપાસ કરવામાં આવી હતી. કલકત્તામાં તેનુ એલર્ટ રજુ કરવામાં આવી. મામલાને રોકવા માટે કલકત્તામાં સ્વાસ્થ્ય કર્મચારીઓની ગોઠવણ કરવામાં આવી. જે બાળકોના લક્ષણો પર નજર રાખી રહી છે. 
 
અમેરિકાના નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના મુજબ જે બાળકો હંમેશા સ્વસ્થ રહે છે જો તેમને પણ એડીનોવાયરસ સંક્રમિત કરે છે તો જીવનુ જોખમ વધે છે. જાણો શુ છે એડીનોવાયરસ, કેવી રીતે ઓળખશો અને આ કેટલુ ખતરનાક છે. 
 
શુ છે એડીનોવાયરસ અને કેવી રીતે ફેલાય છે ? 
 
વેબએમડીની રિપોર્ટ મુજબ એડીનોવાયરસ અનેક પ્રકારના વાયરસનો સમૂહ છે જે આંખ, શ્વાસ નળી, ફેફસા, આંતરડા, નર્વસ સિસ્ટમ અને યૂરિનરી ટ્રૈક્ટએન સંક્રમિત કરે છે. તેના લક્ષણ ફ્લૂ જેવા હોય છે. આ કોઈપણ વયના લોકોને સંક્રમિત કરી શકે છે. તેનુ સંક્રમણ વર્ષમાં કયારેય પણ થઈ શકે છે. તેનો વાયરસ સંક્રમિત દર્દીને અડકવાથી, હાથ મિલાવવાથી, સંક્રમિત વસ્તુઓને પકડવા અને હવામા રહેલા ખાંસીના ડ્રોપ્લેટ્સથી ફેલાય છે. તેથી સાફ-સફાઈ જ બચાવનો સારો ઉપાય છે. 
 
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે દર્દીના સંપર્કમાં આવ્યા બાદ તમારા હાથ જરૂર ધોઈ નાખો. કેટલાક એડીનોવાયરસ દર્દીઓન મળના દ્વારા પણ ફેલાય છે. ખાસ કરીને સંક્રમિત બાળકના ડાયપરને બદલવા દરમિયાન. આ ઉપરાંત તેનુ વાયરસ પાણી (સ્વીમિંગ પૂલ) દ્વારા પણ ફેલાય શકે છે. 
 
આ લક્ષબ દેખાતા જ થઈ જાવ એલર્ટ ? 
 અમેરિકી હેલ્થ એજંસી CDCના મુજબ એડીનોવાયરસનું સંક્રમણ થતા દર્દીમાં અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. એજ એકથી બીજામાં જુદા જુદા હોઈ શકે છે. તાવ, ગળામાં તકલીફ, શ્વાસ નળીમાં સોજો, ખાંસી, ડાયેરિયા, આંખોમાં ગુલાબીપન, પેટમા દુખાવો શ્વાસ લેવામાં તકલીફ, આંખોની આસપાસ સોજો અને ઉલ્ટી થવી જેવા લક્ષણ દર્દીના સંક્રમિત થવાનો ઈશારો કરે છે. આ ઉપરાંત બ્લૈંડરમાં સોજો પણ થઈ શકે છે. જો કે આ લક્ષણ ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. જો આવુ કોઈપણ લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરો. 
 
દર્દીમા તેના લક્ષણ દેખાતા અનેક પ્રકારની તપાસ દ્વારા તેની ચોખવટ પણ કરવામાં આવે છે. જેવા કે બ્લડ, યૂરિન, સ્વાબ અને સ્ટૂલ ટેસ્ટ. ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થતા ચેસ્ટ એક્સરે કરાવવાની સલાહ આપવામાં આવે છે. 
 
કેટલો ખતરનાક અને કોણ છે રિસ્ક જોનમાં ? 
 
સીડીસીના મુજબ, એડીનોવાયરસનુ સંક્રમણ હલકુ અને ગંભીર બંને પ્રકારનુ હોઈ શકે છે. જો કે તેના ગંભીર સંક્રમણના મામલા ઓછા જોવા મળ્યા છે. તેના સૌથી વધુ મામલા એ લોકોમાં આવે છે જેમની રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી કમજોર હોય છે કે પછી તેમને પહેલાથી જ શ્વાસ અને દિલની બીમારી હોય. એડીનોવાયરસ નો ખતરો કેટલો વધુ વધશે તે તેના પર નિર્ભર કરે છે કે શરીરના ક્યા ભાગમાં તેનુ સંક્રમણ વધુ થયુ છે. 
 
પુખ્ત વયના લોકોની સરખામણીમાં તેના મોટાભાગના કેસો બાળકોમાં નોંધાય છે. 10 વર્ષની ઉંમર સુધીમાં, મોટાભાગના બાળકો ચોક્કસપણે એક અથવા બીજા વાયરસ ચેપ ધરાવે છે. ખાસ કરીને એવા બાળકોમાં જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.
 
એડિનોવાયરસ માટે હજુ સુધી કોઈ ચોક્કસ સારવાર મળી નથી, તેથી સામાન્ય દવાઓ દ્વારા દર્દીના લક્ષણોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર