Odisha Gold Mines: ભારતમાં નીકળ્યો સોનાનો ખજાનો

મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (14:22 IST)
ભારતમાં નીકળ્યો સોનાનો ખજાનો - ઓડિશાના મંત્રીએ કહ્યું કે, ભૂવિજ્ઞાન નિદેશાલય અને જીએસઆઈ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ક્યોંઝર, મયૂરભંજ અને દેવગઢ જિલ્લામાં કેટલાય સ્થાન પર સોનાના ભંડાર હોવાનું જાણમાં આવ્યું છે. ગત વર્ષે જીએસઆઈ સર્વેએ ઓડિશાના બારગઢ જિલ્લામાં અલગ અલગ સ્થાન પર સોનાના ભંડારની શોધ કરી છે.
 
ખાણ મંત્રી પ્રફુલ્લ મલ્લિકે સોમવારે રાજ્ય વિધાનસભામાં જાણકારી આપી કે, ઓડિશાના ત્રણ જિલ્લાની વિવિધ જગ્યા પર સોનાની ખાણ મળી છે. 
 
પ્રાથમિક તપાસમાં રાજ્યના ત્રણ જિલ્લાઓમાં જમીનની નીચે સોનાના અયસ્કનો ભંડાર હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણ જિલ્લાઓમાં દેવગઢ, કેંદુઝાર અને મયુરભંજ જિલ્લાનો સમાવેશ થાય છે. આ ત્રણ જિલ્લાના જુદા જુદા ભાગોમાં સોનાની ખાણો આવેલી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર