નેશનલ હાઈવે પર સર્જાયો કરૂણ અકસ્માત, 5ના ઘટનાસ્થળે જ મોત

બુધવાર, 15 જાન્યુઆરી 2025 (10:46 IST)
જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે એક ભયાનક અને દર્દનાક અકસ્માતની જાણ થઈ છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.
 
 
મળતી માહિતી મુજબ, કારગીલમાં નેશનલ હાઈવે પર કટપાકાસી શિલિકે ખાતે એક સ્કોર્પિયો કાર એક ટીપર સાથે અથડાઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને 2 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ સ્થાનિક અને બે બિન સ્થાનિકનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ સ્ટેકપાના રહેવાસી મોહમ્મદ હુસૈનના પુત્ર મોહમ્મદ હસન, ચોસ્કોર નિવાસી એકે રઝાના પુત્ર લિયાકત અલી, બડગામ કારગીલના રહેવાસી હાજી મોહમ્મદના પુત્ર મોહમ્મદ ઈબ્રાહીમ તરીકે થઈ છે. બંને ઈજાગ્રસ્તોની હાલ કારગીલ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર