અરવિંદ કેજરીવાલની ફરિયાદ પર ભાજપ નેતા પ્રવેશ વર્મા સામે ચૂંટણી પંચની કાર્યવાહી

મંગળવાર, 14 જાન્યુઆરી 2025 (18:13 IST)
આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે આમ આદમી પાર્ટી તથા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ફરિયાદ પર ભાજપ નેતા પ્રવેશ વર્મા સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીના હવાલે જણાવ્યું કે પ્રવેશ વર્મા પર લગાવવામાં આવેલા આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનના આરોપોની તપાસ પોલીસને સોંપી દેવાઈ છે.
 
આમ આદમી પાર્ટીના લીગલ સૅલ થતા કેજરીવાલની ફરિયાદમાં તમામ ઘરને નોકરી અભિયાન અંતર્ગત લોકોનું રજિસ્ટ્રેશન કરવા માટે રોજગાર શિબિર લગાવવા અને વર્મા પર 1100 રૂપિયા વહેંચવાનો આરોપ 
લગાવાયો હતો.
 
નવી દિલ્હી એ પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનું ચૂંટણી ક્ષેત્ર છે. આ વખતે ભાજપે તેમની સામે પ્રવેશ વર્માને ઉમેદવાર બનાવાયા છે. કૉંગ્રેસે અહીંથી સંદીપ દિક્ષીતને મેદાનમાં ઉતાર્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર