મા વૈષ્ણોદેવીના 7 ભક્તોના મોત, મૃતકોમાં 6 મહિનાની બાળકીનો સમાવેશ, અંબાલામાં ટ્રક-મિની બસની ટક્કર

શુક્રવાર, 24 મે 2024 (08:30 IST)
હરિયાણાના અંબાલા જિલ્લામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં મા વૈષ્ણો દેવીના 7 ભક્તોના મોત થયા હતા. 25 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
અંબાલા કેન્ટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર કૌશલ કુમારના જણાવ્યા અનુસાર ઘાયલોની હાલત ખતરાની બહાર છે.
 
મૃતકોમાં એક 6 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. રાહદારીઓ અને પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અંબાલા-દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર ટ્રાવેલર (મિની બસ) અને ટ્રકની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અંબાલા પોલીસે ક્ષતિગ્રસ્ત મિની બસ અને મૃતદેહનો કબજો લઈને તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર