મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ અને લશ્કર-એ-તૈયબા સરગના જકીઉર રહેમાન લખવીની ધરપકડ

શનિવાર, 2 જાન્યુઆરી 2021 (18:06 IST)
મુંબઈમાં 26/11 ના હુમલાનો માસ્ટર માઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના માસ્ટર માઇન્ડ જકીઉર  રહેમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, ઝકીઉર રેહમાન લખવીની આતંકવાદીઓને મદદ અને પૈસા આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જકીઉર  રહેમાન  લખવીએ હાફિઝ સઇદ સાથે મળીને 26/11 ના હુમલાની કાવતરું રચ્યુ હતુ. 
 
લખવી મુંબઇ હુમલો કેસમાં 2015 થી જામીન પર હતો. તેમને આતંકવાદ વિરોધી વિભાગ (સીટીડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેની ધરપકડ ક્યાં થઈ તે અંગે સીટીડીએ ખુલાસો કર્યો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, સીટીડી પંજાબની ગુપ્ત માહિતીના આધારે ઓપરેશનમાં પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા આતંકી ઝાકી-ઉર-રહેમાન લખવીની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર