નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
Kalratri Mata- કાલરાત્રી એ દુર્ગાની સાતમી શક્તિ છે, જે તેના મહાન વિનાશક ગુણોથી દુષ્ટો અને રાક્ષસોનો નાશ કરે છે. માતાનું આ સ્વરૂપ કાલિકાનો અવતાર છે એટલે કે કાળો રંગ અને તેના વિશાળ વાળ ચારેય દિશામાં ફેલાયેલા છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.