એસઆરકે (કપિલ શર્મા)નુ પુર્ણ નામ છે શિવ રામા કૃષ્ણન. એસઆરકે ની એક વિચિત્ર પ્રવૃત્તિ છે. ન ઈચ્છવા છતા પણ તેના લગ્ન થઈ જાય છે. એક-બે વાર નહી પણ પણ ત્રણ વાર તેની સાથે આ પ્રકારની દુર્ઘટના થાય છે.
ત્રણેય લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ થાય છે. તે પોતાની મદદ કરવાની આદતનો શિકાર થઈ જાય છે. છોકરીઓને તે ના બોલી જ નથી શકતો. પોતાની ત્રણ પત્નીયોને તે એક જ બિલ્ડિંગના ત્રણ જુદા જુદા ફ્લોર પર રાખે છે.
તે આ સત્યને ખૂબ મુશ્કેલી સાથે સંતાડી રાખે છે. એસઆરકે ન ઈચ્છવા છતા તેની ત્રણેય પત્નીઓ વચ્ચે વાતચીત શરૂ થઈ જાય છે. જે ધીરે ધીરે મૈત્રીમાં બદલાય જાય છે. ત્રણેય આ વાતથી અજાણ છે કે ત્રણેયના એક જ પતિ છે એસઆરકે.
ત્રણ પત્ની હોવા છતા એસઆરકેની એક ગર્લફ્રેંડ પણ છે જેને તે સાચે જ ખૂબ પ્રેમ કરે છે.