ફૈન સ્ટોરી છે ગૌરવ (શાહરૂખ ખાન)ની. વય છે 20ની આસપાસ. તેની દુનિયા મેગા મૂવી સ્ટાર આર્યન ખન્ના(શાહરૂખ ખાન)ની આસપાસ જ ફરે છે. આર્યનનો ગૌરવ ખૂબ મોટો પ્રશંસક છે. તે તો આર્યનને પોતાનો ભગવાન માને છે.
દિલ્હીની ગલીયોમાંથી નીકળીને ગૌરવ સપનાનું શહેર મુંબઈમાં પહોંચી જાય છે જેથી તે પોતાના ભગવાનને જન્મદિવસની શુભેચ્છા આપી શકે. તે આર્યનને સૌથી મોટો ફેન જો છે. બન્નેનો ચહેરો પણ થોડો મળતાવડો છે.
જ્યારે બધુ ગૌરવના યોજના મુજબ નથી થતુ તો ગૌરવનો પોતાના ભગવાન પ્રત્યેનો પ્રેમ ખતરનાક જુનૂનમાં ફેરવાય જાય છે. તે પોતાની સીમાઓ ભૂલી જાય છે.
ગૌરવ અને આર્યનના વ્યક્તિત્વને આ ફિલ્મ સાર્વજનિક રૂપે બહાર લાવે છે. આ બંને પણ નહોતા જાણતા કે તેમની અંદર શુ છુપાયુ છે. દર્શક વિચારી પણ નહી શકે કે તે કોના પ્રત્યે હમદર્દી બતાવે ? કોનો પક્ષ લો. છેવટે બધા સુપરસ્ટાર્સ પણ માણસ છે. પણ અમારામાંથી દરેક ફૈન પણ છે.