લક બાય ચાંસ અને જીંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મ બનાવીને ફિલ્મ દર્શકો વચ્ચે એક ઓળખ બનાવી ચુકેલી જોયા અખ્તરની આગામી ફિલ્મ 'દિલ ધડકને દો' સંબંધોની આસપાસ ફરે છે.
આ એક પંજાબી પરિવારની સ્ટોરી છે.
આ પરિવારના સંબંધોમાં ખટાશ છે. બાળકો અને પેરેંટ્સ વચ્ચે બનતુ નથી. મતભેદ સાથે મનભેદ છે અને કોઈને કોઈની ચિંતા નથી.
એક સમુદ્રી યાત્રા પર તેઓ લાંબા સમય સુધી સાથે રહે છે અને આ યાત્રા દરમિયાન પ્રેમ અને મૈત્રી સાથે તેમની નવી ઓળખ થાય છે.