મુંબઈ એક સમય હતો જ્યારે રામગોપાલ વર્માને વનમેન ઈંન્સ્ટ્રી માનવામાં આવતો હતો . તેની પ્રોડક્શન કંપનીનું નામ પણ ફેકટરી હતું. આ ફેકટરી સાથે સંકળાયેલા લોકો પછી તે રામગોપાલ વર્મા હોય કે દિબાકર બેનર્જી તમામ ટેલેંટનો ખજાનો હતો. ચેલા આગળ વધી ગયા અને રામગોપાલ વર્મા તેમની પોતાની જ ફોર્મ્યુલામાં ફસાઈ ગયા. જેના પરિણામે સત્યા ,કંપની અને સરકાર જેવી ફિલ્મો બનાવનાર રામૂ એક પ્રકારની ફિલ્મો પૂરતા જ મર્યાદીત થઈ ગયા.