કહેવાય છે કે કુંડળીમાં(Kundali) કાલ સર્પ હોય તો જીવનમાં બધી પરેશાનીઓ આવે છે. રાહુ અને કેતુ સાથે મળીને કાલસર્પ દોષ બનાવે છે. રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવે ત્યારે કાલસર્પ દોષ બને છે.. કાલસર્પ દોષ ઘરના શુભ કાર્યમાં વિક્ષેપ પાડે છે, સંતાન પ્રાપ્તિ અને પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. તંગ વાતાવરણ સર્જે છે. જો તમે પણ આના કારણે દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મહા શિવરાત્રી (Maha Shivratri 2022)ના દિવસે તમારે તેના નિવારણ માટે ઉપાય કરવા જોઈએ. 1 માર્ચના રોજ મહાશિવરાત્રીનું વ્રત રાખવામાં આવશે. કાલસર્પ દોષના નિવારણ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અહીં જાણો કાલ સર્પ દોષ કેવી રીતે દૂર કરવો.