વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. આ મંદિર પાછળના એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયા દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.
ગંગા કિનારે સાંકડી વિશ્વનાથ ગલીમાં આવેલુ વિશ્વનાથ મંદિર કેટલાય મંદિરો અને પીઠોથી ઘેરાયેલુ છે. અહીં એક કુવો પણ છે, જેને 'જ્ઞાનવાપી'ની સંજ્ઞા આપવામાં આવે છે, જે મંદિરના ઉત્તરમાં આવેલ છે. વિશ્વનાથ મંદિરની અંદર એક મંડપ અને ગર્ભગૃહ આવેલુ છે. ગર્ભગૃહની અંદર ચાંદીથી મઢેલા ભગવાન વિશ્વનાથનુ 60 સેંટીમીટર ઉંચુ શિવલિંગ આવેલુ છે. આ શિવલિંગ કાળા પત્થરનું બનેલુ છે. જો કે મંદિરનો અંદરનો ચોક એટલો વ્યાપક નથી પણ વાતવરણ બધી રીતે શિવમય છે.