કેદારનાથ

કેદારનાથ ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિરનો બાર જ્યોતિર્લીંગમાં સમાવવાની સાથે ચાર ધામમાં પણ તેનો સમાવેશ થાય છે. અહીંયા પ્રતિકૂળ જળવાયુંને કારણે આ મંદિર એપ્રિલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવે છે. પત્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ વગેરે શંકરાચાર્યએ કરાવ્યું હતું.

સતયુગમાં ઉપમન્યુએ કેદારનાથની આરાધના કરી હતી. પાંડવોએ દ્વાપરયુગમાં કેદારનાથમાં રહીને ભગવાન શંકરની તપશ્ચર્યા કરી હતી. આ હિમાલયના ઉત્તરાખંડનાં મુખ્ય ચાર ધામ મનાય છે : બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી. એમાંય બદરીનાથ અને કેદારનાથનાં બે તીર્થધામ તો બહુ જ પ્રસિદ્ધ ને મહત્વનાં મનાય છે. યાત્રી એમના દર્શનની ઈચ્છા અવશ્ય રાખે છે. જીવનમાં વધારે નહિ તો એકવાર તો એ પવિત્ર તીર્થસ્થાનની મુલાકાત લેવાની ભાવના પ્રત્યેક ભારતવાસીના દિલમાં હોય છે જ.

વેબદુનિયા પર વાંચો