મુખ્ય ચૂંટણી આયોગે કહ્યુ કે ઈવીએમ સંપૂર્ણ રીતે સેફ છે. ઈવીએમ અને વીવીપેટ મશીનોને ડબલ લોક કરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર અને તેના સાથી એક નિશ્ચિત સુરક્ષિત અંતરથી સ્ટ્રોંગ રૂમની સુરક્ષા પર નજર રાખી શકે છે. ચૂંટ્ણી પંચે આ દરમિયાન ઉમેદવારો, પાર્ટીઓના સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે. ચૂંટની પંચ તરફથી આ દરમિયાન જુદા જુદા રાજ્યોજ્ની 64 સીટ પર પેટાચૂંટણીનુ પણ એલાન કર્યુ છે.
28 લાખ રૂપિયાન જ ખર્ચ કરી શકશે ઉમેદવાર - મુખ્ય ચૂંટણી પ્રમુખ સુનીલ અરોરાએ કહ્યુ કે ઉમેદવાર માટે ચૂંટણીમાં ખર્ચની અધિકતમ લિમિટ 28 લાખ રૂપિયા રહેશે. આ નિયમ બંને રાજ્યોમાં લાગૂ થશે. ચૂંટણી પંચ તરફથી ખર્ચ પર પણ નજર રાખવામાં આવશે. તારીખોનુ એલાન કરતા પહેલા ચૂંટણી પંચે સુરક્ષાની ચકાસણી કરી અને તૈયારીઓને જોયા પછી જ હવે ચૂંટણી કરાવવામાં આવી રહી છે. ચૂંટણી પંચ તરફથી રાજનીતિક દળોથી અપીલ કરવામાં આવી છે કે તે પોતાના પ્રચારમાં પ્લાસ્ટિકઓ ઓછામાં ઓછો ઉપયોગ કરે અને પર્યાવરણને ધ્યાનમાં રાખતા પ્તોઆના પ્રચારને આગળ વધારે.
મુખ્ય ચૂંટની પ્રમુખ સુનીલ અરોરાએ પ્રેસ કૉન્ફેસમાં કહ્યુ કે હરિયાણા-મહારાષ્ટ્રમાં 2 નવેમ્બર 9 નવેમ્બરના રોજ વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. આવામાં આ પહેલા આ રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી થશે. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદાતા ચછે. જ્યારે કે હરિયાણામાં 1.28 કરોડ મતદાતા છે. હરિયાણામાં 1.03 લાખ બૈલેટ યૂનિટ છે. જ્યારે કે મહારાષ્ટ્રમાં 1.8 લાખ બેલેટ યૂનિટ 1.28 લાખ CU અને 1.39 લાખ વીવીપૈટ મશીનો છે.