Relationship Tips: છોકરીઓથી વાત કરવામાં કંપાય છે હાથ-પગ, ગભરાવો નહી, અજમાવી લો આ કામના 5 ટિપ્સ

મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (18:48 IST)
Relationship Tips: ઘણા છોકારાઓ આપસમાં વાત કરવામાં ખૂબ તેઓ ખૂબ જ સ્પષ્ટવક્તા છે પરંતુ જ્યારે કોઈ છોકરી સાથે વાત કરવાની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ નર્વસ હોય છે.પોતાનામાં કેટલો પણ કૉંફિડેંસનો દાવો કરે પણ છોકરીઓની સામે પહોંચતા જ તેમની આવાઝ નથી નિકળતી. આ પ્રકારના છોકરાઓને છોકરીઓ પણ ડરપોક માને છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા ટિપ્સ જણાવીએ છે. 
 
પહેલા જાણો છોકરીની પસંદ 
કોઈ પણ છોકરીથી વાત શરૂ કરવાથી પહેલા આ જાણો કે તે કયાં ટૉપિક પર વાત કરવા પસંદ કરે છે. જો તમને આ જાણકારી મળી જાય તો પછી તમારો કામ ખૂબ સરળ થઈ જશે. પછી તમે તેની પસંદના ટૉપિક પર વાત શરૂ કરી શકો છો. 
 
જાણો છોકરીની સલાહ 
જયારે તમે કોઈ છોકરીથી તેમની પસંદના ટૉપિક પર વાત શરૂ કરો છો તો તેમની વાત કહ્યા પછી છોકરીની વાત પણ જરૂર સાંભળવી. જ્યારે કોઈ છોકરા આ પ્રકારની વાતને ધ્યાનથી સાંભળે છે તો છોકરીઓને ખૂબ સારુ લાગે છે અને તે તેમનાથી વાત કરવા માટે ઉત્સુક રહે છે. 
 
હેલોની સાથે કરો શરૂઆત 
કોઈ પણ છોકરીથી વાત શરૂ કરતા સમયે સૌથી પહેલા હેલો કરો. તે પછી તમારુ પરિચય આપો અને પછી છોકરીથે તેમનો નામ પૂછો. જો આવુ કરવાની હિમ્મત નથી થઈ રહી છે તો કોઈ કામ કે સવાલના બહાનાથી પણ વાતચીત શરૂ કરી શકો છો. 
 
કરો છોકરીના વખાણ 
વાત કરતા કરતા તમે કોઈ પણ બહાનાથી છોકરીના વખાણ કરી શકો છો. છોકરીઓને તેમના વખાણ સાંભળવા ખૂબ સારુ લાગે છે. આ વાતનુ ધ્યાન રાખો કે તે વખાણ દિલથી નિકળેલ હોય. બનાવટી વખાણ છોકરીઓ જલ્દી પકડી લે છે તેથી આવુ ન કરો. 
 
બનાવટી રીતે વાત ન કરવી 
જ્યારે પણ તમે કોઈ છોકરીથી વાત કરો તો તે નેચરલ જોવાવે. બનાવટી શબ્દોનો ઉપયોગ કરી વાતચીત કરનારાને છોકરીઓ વધારે ભાવ નથી આપતી અને તેનાથી ખૂબ જલ્દી જ દૂરી કરી લે છે. તેથી તમે આવુ ભૂલ ન કરવી તો સારુ રહેશે. 

વેબદુનિયા પર વાંચો