ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમની પત્ની અનુષ્કા શર્મા થોડા સમય પહેલા જ એક પુત્રીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ વાતની ચોખવટ કરી છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસને વચ્ચે જ છોડીને ભારત પરત આવ્યા હતા. આ પહેલા તેઓ વનડે ટી -20 અને પ્રથમ ટેસ્ટમાં ટીમનો ભાગ રહ્યા હતા. વિરાટ કોહલીએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરતા ખૂબ જ ભાવુક શબ્દોમાં લોકોનો આભાર માન્યો છે.
વિરાટે ટિ્વટ કર્યું - અમે બંન્નેને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે આજે બપોરે અમારે ત્યા એક પરી આવી છે.. અમે આપની પ્રેમ અને શુભેચ્છાઓ માટે ખૂબ જ આભારી છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને એકદમ સ્વસ્થ છે અને અમે સૌભાગ્યશાળી છીએ કે અમને અમારા જીવનના આ ચૈપ્ટરનો અનુભવ કરવાનુ સૌભાગ્ય મળ્યુ છે. અમે જાણીએ છીએ કે તમે ચોક્કસપણે સમજી શકશો કે આ સમયે દરેકને થોડી પ્રાઈવેસીની જરૂર હોય છે.