Viral Video: મિત્રો સાથે રાફ્ટિંગ કરવા ગયો યુવક, પણ ગંગામાં ડૂબીને થયુ મોત

શુક્રવાર, 18 એપ્રિલ 2025 (13:18 IST)
viral video ganga
Viral Video: ઋષિકેશમાં રિવર રાફ્ટિંગની મજા લેવા ગયેલ એક યુવક ગંગાની તેજ ધારમાં ડૂબવાથી પોતાનો જીવ ગુમાવી બેસ્યો. આ દુખદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને X યૂજર @ShubhangiBhatt7 એ શેર કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેજ લહેરોની વચ્ચે રાક્ટ પલટાઈ જાય છે અને લોકો પાણીમાં સંઘર્ષ કરતા જોવા મળે છે.  એવુ બતાવાય રહ્યુ છે કે મૃતક દેહરાદૂનનો રહેનારો હતો અને દોસ્તી સાથે રાફ્ટિંગ કરવા ગયો હતો.  
 
આ ઘટના ગંગા નદીના ખતરનાક રેપિડ્સ વિસ્તારમાં બની હતી, જ્યાં તરાપો નિયંત્રણ બહાર ગયો અને પલટી ગયો. વાયરલ વીડિયોમાં, કેટલાક લોકો પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે પરંતુ જોરદાર પ્રવાહ તેને તાણીને લઈ ગયો. બચાવ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી, પરંતુ યુવાનને બચાવી શકાયો નહીં. આ અકસ્માતે રાફ્ટિંગની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે.
 
એક્સ પર જુઓ વીડિયો 

સોશિયલ મીડિયા પર લોકો આ ઘટના પર દુખ બતાવી રહ્યા છે અને અનેક યુઝર્સ એ લખ્યુ રોમાંચના ચક્કરમાં જીવ જોખમમાં નાખવુ ઠીક નથી. પોલીસ મુજબ મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે અને રાફ્ટિંગ ઓપરેટરની બેદરકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર