માતા સીતાના શ્રાપથી ગભરાય છે 700 ગામના લોકો, આજે પણ નથી કરતા આ કામ

શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (18:14 IST)
મનોરમા અને સરયૂ નદીની વચ્ચેના ભૂ-ભાગમાં સ્થિત વસ્તી જીલ્લાના હરૈયા તાલુકાના લગભગ 700 ગામમાં ચણાની ખેતી કરવામાં આવતી નથી  જ્યારે કે વિજ્ઞાનીઓ મુજબ આ ક્ષેત્ર ચણાની ખેતી માટે યોગ્ય છે. 
 
એવી માન્યતા છે કે માતા સીતાના શ્રાપને કારણે ક્ષેત્રના લોકો ત્રેતાયુગથી જ ચણાની ખેતી કરતા નથી. વિક્રમજોત બ્લૉક ક્ષેત્રના મલ્હુપુર અમોઢા નિવાસી પં. અનિરુદ્ધ મિશ્રા જણાવે છે કે આ ક્ષેત્રમાં ત્રેતાયુગથી જ ચણાની ખેતી થતી નથી. દંતકથા છે કે પ્રભુ શ્રીરામ જનકપુરથી માતા સીતાને લઈને અયોધ્યા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ખેતર આવુ, જ્યા ચણાના પાક કપાયો હતો.  જેની લાકડીઓ માતા સીતાના પગમાં ખૂંપાઈ ગઈ  
 
તેનાથી નારાજ થઈને માતા સએતાએ શ્રાપ આપ્યો કે જો આ ક્ષેત્રમાં કોઈએ ચણાની ખેતી કરી તો તેનુ અનિષ્ટ થઈ જશે.  ત્યારથી અહી ચણાની ખેતી કરવામાં આવી નથી.  જો કોઈ પરંપરા તોડીને આવુ કરે છે તેને નુકશાન થાય છે. 
 
 
ધનતેરસના દિવસે કનક ભવનમાં અરજી આપીને કરી શકો છો ખેતી 
 
નેતવર ગામ નિવાસી શિક્ષક ઓમ પ્રકાશ તિવારી જણાવે છે કે સરયુ નદીના ઉત્તર અને મનોરમા નદીના દક્ષિણના ખેડૂત ચણાની ખેતી કરતા નથી. આ ભૂ ભાગમાં વિક્રમજોત, દુબૌલિયા, પરશુરામપુર અને કપ્તાનગંજ બ્લૉકનો થોડો ભાગ આવે છે. કૃષિ વિજ્ઞાન કેંદ્ર બંજરિયાના વૈજ્ઞાનિક ડૉ. આરવી સિંહ જણાવે છે કે આ ગઆમની માટી ચણાની ખેતી માટે યોગ્ય છે. ઘણા પ્રયત્ન કર્યા પણ લોકો પૂર્વની પરંપરાને તોડવા નથી માંગતા. વિક્રમજોત બ્લોકના ગોરસરા-તિવારી નિવાસી અશોક પાંડેય અને દુગા પ્રસાદ જણાવે છે કે શ્રાપ પછી લોકોએ સીતા માતાને વિનંતી કરી કે કોઈ તો વિકલ્પ આપો. તો માતાએ ધનતેરસના દિવસે ચણાની વાવણી કરવાની મંજુરી આપી. આવુ કરવાથી ખેડૂત અનિષ્ટ થવાથી બચી શકે છે. આ માન્યતાને કારણે આજે પણ ધનતેરસના દિવસે અયોધ્યા સ્થિત કનક ભવનમાં માતા સીતાના દરબારમાં મંજુરી માટે ભારે ભીડ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર