700 km ની મુસાફરી ખેડીને પહોચ્યો NEETની પરીક્ષા આપવા, 10 મિનિટમાં બગડ્યુ આખુ વર્ષ

મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (07:32 IST)
બિહારના દરભંગા(Darbhanga) માં રહેતા સંતોષકુમાર યાદવે (Santosh Kumar Yadav) NEET ની પરીક્ષા આપવા માટે  દરભંગાથી કોલકાતા (Kolkata) સુધીની 700 કિ.મી.ની લાંબી મુસાફરી   24 કલાકમાં પૂરી કરી, પરંતુ પરીક્ષા કેન્દ્રમાં 10 મિનિટ મોડા પહોચવાને કારણે તેને પ્રવેશ ન મળ્યો અને તે પરીક્ષા આપવાથી રહી ગયો. 
 
હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા એક અહેવાલ મુજબ, 10 મિનિટ મોડુ થવાને  કારણે તેને પરીક્ષા કેન્દ્ર  Salt Lakeમાં પ્રવેશ કરવાની મંજૂરી ન આપવામાં આવી. એક ખાનગી ટેલિવિઝન સાથે વાત કરતા સંતોષે જણાવ્યું હતું કે NEET ની પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થવાની હતી, જેમા પ્રવેશ કરવાનો અંતિમ સમય બપોરે 1:30 વાગ્યાનો હતો. હું બપોરે 1:40 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યો, પરંતુ મને પરીક્ષા આપવાની મંજૂરી ન મળે. મેં ત્યાં હાજર અધિકારીઓને ઘણી વિનંતી કરી, પરંતુ કોઈએ મારી વાત સાંભળી નહીં. મોડેથી પહોંચવાના કારણે, મને પરીક્ષામાં ન બેસવા દીધો. હાજર રહેવા દીધા ન હતા. તેથી મે મારુ એક વર્ષ ગુમાવી દીધુ. 
 
 
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને, NEET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 3 કલાક અગાઉથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. યાદવે કહ્યુ કે તે દરભંગાથી  શનિવારે સવારે આઠ વાગ્યે બસમાં મુઝફ્ફરપુર(Muzaffarpur)ગયો હતો. ત્યાંથી તે બસ દ્વારા પટણા ગયો. પરંતુ પટના જતા માર્ગ પર ટ્રાફિક જામ(traffic jam) હોવાને કારણે 6 કલાક મોડુ થઈ ગયુ. પટણાથી સવારે 9 વાગ્યે કોલકાતા જતી બસમાં સવાર થયો . બસે મને 1:06 વાગ્યે સીયાલદહ  (Sealdah)સ્ટેશન પર ઉતાર્યો.  ત્યારબાદ ટેક્સી દ્વારા 1:40 કલાકે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા, પરંતુ 10 મિનિટ મોડુ થવાને કારણે પરીક્ષા આપી શક્યો નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર