PM Modi Birthday Celebration Live: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના જન્મદિવસ પર શુભેચ્છાઓની વર્ષા

ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (08:49 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આજે તેઓ 70 વર્ષના થઈ ગયા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અનેક કાર્યક્રમનુ આયોજન કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પાર્ટી કાર્યકર્તા સેવા સપ્તાહ ઉજવી રહ્યુ છે. પીએમ મોદીના જન્મદિવસ પર સવારથી જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓની લાઈન લાગી છે. લોકો તેમની લાંબી વયની કામના કરી રહ્યા છે. 
દિલ્હીમાં મોડી રાત્રે બીજેપી કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવ્યો 

Delhi: Bhartiya Janata Party (BJP) workers celebrated Prime Minister Narendra Modi's 70th birthday at India Gate. Party leader Shyam Jaju was also present. pic.twitter.com/f8gBL38mCD

— ANI (@ANI) September 16, 2020   


 
સીઆરપીએફના સત્તાવાર ટ્વીટર હેંડલ પરથી પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા આપી. ટ્વિટમાં લખ્યું છે કે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દળના તરફથી જન્મદિવસ પર હાર્દિક અભિનંદન. તમારું માર્ગદર્શન અને પ્રોત્સાહન રાષ્ટ્રની સેવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. રાષ્ટ્ર નિર્માણમાં દરેક સંભવિત યોગદાન માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર અને પ્રતિબદ્ધ છીએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર