Viral Video: ખતરનાક.. યુવતીની જીંસમાં મુકેલો ફોન અચાનક થયો બ્લાસ્ટ... વીડિયો જોઈને ગભરાય ગયા લોકો

શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2025 (16:48 IST)
mobile blast
Viral Video: મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થવાના સમાચાર અને વીડિયો વારંવાર આવતા રહે છે, પરંતુ આ વાયરલ વીડિયો થોડો અલગ છે કારણ કે, તેમાં, ફોન અચાનક એક છોકરીના જીન્સમાં ફૂટે છે અને આગ લાગી જાય છે. જે કોઈ આ વીડિયો જોઈ રહ્યું છે તે દંગ રહી જશે. આ ફોન બ્લાસ્ટ અકસ્માત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આ જોયા પછી એક વાત ચોક્કસ છે કે મોબાઇલ ચાર્જ કર્યા વિના પણ ફૂટી શકે છે.
 
શુ થયુ જ્યારે યુવતીની જીંસમાં અચાનક ફાટ્યો મોબાઈલ ?
CCTV કેમેરામાં રેકોર્ડ થઈ આ Phone Blast ની ઘટનાનો Viral Video ક્યારે અને ક્યાનો છે તેની અત્યાર સુધી કોઈ ચોખવટ થઈ નથી.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amazing Study (@amazing_study.in)

 
આ વાયરલ વીડિયો  amazing_study.in નામ ના Instagram Account પર આજે અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી કોઈ સુપરમાર્કેતમાં સામાન ખરીદતી જોવા મળી રહી છે.  પણ પછી અચાનક તેના જીન્સ પાછળ રાખેલો ફોન ફૂટે છે અને છોકરીના કપડાંમાં આગ લાગવા લાગે છે. આ અકસ્માત પછી, નજીકમાં ઉભેલા લોકો આગ ઓલવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરીના કપડાંમાં આગ લાગી છે. વિડિઓના અંતે શું થયું? આ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ આ ઘટનાએ ત્યાં હાજર લોકો તેમજ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોનારા લોકો ડરી ગયા છે.
 
Viral Video ડરાવી રહ્યો છે 
આ વાયરલ વીડિયો ઈસ્ટાગ્રમ પર થોડા સમય પહેલા જ અપલોડ કરવામાં આવ્યો છે. અનેક યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.  મોટાભાગના યુઝર્સ વીડિયો જોઈને હેરાન છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર