Weird News : એક યુવતીના કારનામાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ યુવતીએ જે કર્યુ તે સાંભળીને લોકો હેરાનમાં પડી ગયા છે. યુવતીએ લિપ પિયર્સિંગ માટે માતાના કરોડો રૂપિયાના ઘરેણા ફક્ત સાતસો રૂપિયામાં વેચી દીધા. યુવતીની આ કરતૂત જ્યારે માતાને ખબર પડી ત્યારે તે શોક્ડ થઈ ગઈ. મહિલા પોલીસ સ્ટેશન ગઈ અને મદદ માંગી. ત્યારબાદ આ મામલાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ અને આ સમાચાર વાયરલ થઈ ગયા.
મામલો ચીનના શંઘાઈનો છે. શંઘાઈમાં એક યુવતીએ પોતાની માતાને દસ લાખ યુઆન (1.22 કરોડ રૂપિયા જેટલા) ના ઘરેણાને માત્ર 60 યુઆન (721 રૂપિયા) માં વેચી દીધા. ત્યારબાદ આ યુવતીએ લિપ સ્ટડ અને ઈયરરિંગ ખરીદ્યા. જ્યારે વાંગ નામની મહિલાએ જણાવ્યુ કે તેની પુત્રી લી એ પોતાના ઘરમાંથી કિમતી કંગન, હાર સહિતના અનેક ઘરેણા બજારમાં વેચી દીધા છે.
યુવતીએ કેમ વેચ્યા ઘરેણાં ?
મહિલાએ કહ્યું કે તેની પુત્રી લીએ ભૂલથી ઘરેણાં નકલી સમજી લીધા હતા અને તેને રિસાયક્લિંગ દુકાનને વેચી દીધા. મહિલાએ કહ્યું કે મને ખબર નથી કે તે તેને કેમ વેચવા માંગતી હતી. જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે મને '60 યુઆન' (રૂ. 700) ની જરૂર છે. મેં પૂછ્યું કે કેમ, અને તેણીએ કહ્યું, 'મેં કોઈને લિપ સ્ટડ પહેરેલા જોયા અને તે ખૂબ સુંદર દેખાતા હતા. તેથી મને પણ એક જોઈતું હતું.
આ પછી પોલીસે દુકાન માલિકની પૂછપરછ કરી, તેણે ઘરેણાં ખરીદવાની કબૂલાત કરી અને ઘરેણાં પરત કરવા સંમત થયા. તેણે ઘરેણાં પરત કર્યા અને તે મહિલાને સોંપી દીધા. હવે સોશિયલ મીડિયા પર, કેટલાક લોકો માતા વિરુદ્ધ અને કેટલાક છોકરીના કૃત્યો પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.