કલાકો સુધી જમીન પર પડી રહી ડેડ બોડી
મોટો પુત્ર જીદ પર એવો અડ્યો કે ડેડ બોડી લગભગ 5 કલાક સુધી ઘરની બહાર જમીન પર પડી રહી. જેથી પોલીસે આવીને મામલો સંભાળ્યો. પોલીસ દ્વારા સમજાવવાથી બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આખો મામલો ટીકમગઢ જીલ્લાના જતારા પોલીસ મથક ક્ષેત્રની ગ્રામ પંચાયત તાલ લિધૌરાનો છે. અહી 85 વર્ષીય ધ્યાની સિહ ઘોષનુ નિધન થઈ ગયુ હતુ.
બોડીના બે ટુકડા કરવાની વાત
મામલો શાંત પડવાનુ નામ નહોતો લેતો જે જોઈને મોટાભાઈ કિશને પિતાની ડેડ બોડીના બે ટુકડા કરી અંતિમ સંસ્કાર કરવાની વાત કરી. તેણે કહ્યુ કે એક ટુકડાનો હુ અને એક ટુકડાનો તુ અંતિમ સંસ્કાર કરી લઈએ. ત્યારબાદ પોલીસે આવીને સમજાવ્યા. ત્યારે જઈને અંતિમ સંસ્કાર થયો.