Janmashtami 2025- દ્વારકામાં ભભ્ક્તોનો ઘોડાપૂર જન્માષ્ટમીની તાડામાર તૈયારીઓ

બુધવાર, 13 ઑગસ્ટ 2025 (17:26 IST)
જન્માષ્ટમી પર્વને લઈ યાત્રાધામ ધામ દ્વારકા ખાતે આગામી ૧૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી માટે ની તૈયારીઓ દ્વારકામાં પૂર્ણ થઈ છે.

આગામી તારીખ 16 ને શનિવારના રોજ જન્માષ્ટમી પર્વને લઈ દ્વારકાધીશ જગત મંદિરના દર્શન કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે. ઠાકોરજીની મંગળા આરતી સવારે 7:30 વાગ્યે છે. ત્યારબાદ સવારે 8:00 વાગ્યે ઠાકોરજીની મોર આરતી ઉજવાશે. ત્યારબાદ 8:30 વાગ્યે ઠાકોરજીના ખુલ્લે પડદે પંચામૃતથી સ્નાન કરવામાં આવશે અને સવારના અન્ય કાર્યક્રમ નિત્ય મુજબ રહેશે.

જગતમંદિરના પ્રાંગણમાં પણ વિશાળ માંડવાઓ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત મંદિર આસપાસ આકર્ષક સુશોભન કાર્ય શરૂ કરાયું છે. જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી શણગારવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે. જે ટૂંકમાં પૂર્ણ થતાં જગતમંદિર ઝળહળતું કરાશે. અહીં આવતા શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓને કોઈ હાલાકી ન થાય તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રકારની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર