લખનૌથી 7 અધિકારીઓ આવ્યા હતા
મૌની અમાવસ્યા પર મચેલી નાસભાગને ધ્યાનમાં રાખીને મહાકુંભના મેળાના વિસ્તારમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. લખનૌના 7 પોલીસ અધિકારીઓ મેળામાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોન, કેમેરા અને સીસીટીવીની મદદથી સમગ્ર મેળા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. સ્નાન માટે ખાસ ટ્રાફિક પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.