રાજકોટ, રૂપાલા અને ક્ષત્રિય શા માટે ચર્ચામાં છે નરેન્દ્ર મોદીના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા

વૃજેંદ્ર સિંહ ઝાલા

મંગળવાર, 28 મે 2024 (15:05 IST)
Rajkot loksabha election
Rajkot loksabha election : ગયા વખતે ગુજરાતની બધી 26 લોકસભા સીટ પર જીત મેળવનારી સત્તારૂઢ ભાજપ માટે આ સમયે સ્થિતિ અનૂકૂળ નથી દેખાઈ રહી છે. પાર્ટીના વિરોધના કારણે સાબરકાંઠા અને જામનગર ઉમેદવાર બદલવુ પડે. તેમજ કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપા પ્રત્યાશી પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને નારાજગી વ્યક્ત કરી છે.
 
ગુજરાતનુ ક્ષત્રિય સમાજ ખુલીને રૂપાલાના વિરોધમાં ઉતર્યા છે અને રાજકોટથી ઉમેદવાર બદલવાની માંગણી કરી હતી પણ આવુ ન થયુ. 
 
ભાજપના વર્તમાન સાંસદ મોહન કુડારિયાનુ ટિક્ટ કાપીને રાજકોટ લોકસભા સીટથી કેંદ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને ઉમેદવાર બનાવ્યુ છે. કાંગ્રેસએ લલિતભાઈ કગથરાને ઉમેદવાર બનાવ્યો છે તે ગયા વખતે ચૂંટણી હારી ગયા છે. તાજેતરમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરી ટીકાથી ગુજરાતના ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. 
 
સમાજનુ કહેવુ હતુ કે રૂપાલા ટિકિટ કાપીને કોઈ બીજાને રાજકોટ સંસદીય સીટથી ઉમેદવાર બનાવવા જોઈએ. પણ ક્ષત્રિય સમાજની નારાજગીનુ અસર પાર્ટી પર થતુ દેખાઈ નથી રહ્યુ. જો આ મામલો નહી ઉકલે તો ભાજપને આખા ક્ષત્રિય સમાજને વિરોધ ઝેલવુ પડી શકે છે. ગુજરાતના ક્ષત્રિય સમાજની જનસંખ્યા 17 ટકા છે જ્યારે રાજકોટ જીલ્લામાં જ આશરે 3 લાખ ક્ષત્રિય મતદાર છે. 
 
શું કહેવુ હતુ રૂપાલાનુ હકીકતમાં રૂપાલાએ 22 માર્ચને રાજકોટમાં એક સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે તત્કાલીન મહારાજાએ વિદેશી શાસકો અને અંગ્રેજોની આગળ મની ગયા હતા. આ રાજાઓએ તેમની સાથે રોટલી-દીકરીના સંબંધ રાખ્યો. રૂપાલાએ જો કે ટીકા માટે સમાજથી માફી માંગી લીધી પણ સમાજએ તેને અસ્વીકાર કરી દીધું. હવે સમાજ રૂપાલાને હટાવવા પર અડ્યા છે. 
 
ક્ષત્રિય સમાજ સમંવયાઅ સભ્ય વીરભદ્ર સિંહએ કહ્યુ કે અમે તેમની માફીને અસ્વીકાર કરે છે કારણ કે તેણે આ દિલથી નથી કીધુ તે ચૂંટણી પછી પણ એવી ટીકા કરી શકે છે આ સુનિચિત છે કે તેણે ચૂંટણીમાં હાર જોવી પડી શકે છે. ક્ષત્રિય નેતા વીરભદ્ર સિંહએ કહ્યુ કે અમે ભાજપના વિરૂદ્ધ નથી પણ રૂપાલાને નથી હટાવ્યો તો પાર્ટીને પરિણામ માટે તૈયાર રહેવુ જોઈએ. 
 
શું કહે છે નિષ્ણાતોઃ રાજકોટના વરિષ્ઠ પત્રકાર જનકસિંહ ઝાલા કહે છે કે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો હોવા છતાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ બદલવામાં આવશે નહીં. કારણ કે દિલ્હીથી પરત ફર્યા બાદ તે એકદમ આત્મવિશ્વાસુ દેખાય છે. જોકે, દિલ્હી જતા પહેલા તેની બોડી લેંગ્વેજ નબળી દેખાઈ ન હતી. 
 
આ વિવાસ પછી ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામ-સામે દેખાઈ રહી છે જે કે દુખદ છે. રૂપાલાના નિવેદનનુ અસર સમાજ પર તે સ્પષ્ટ દેખાય છે. જેના કારણે બંને સમાજમાં એકબીજા પ્રત્યે નફરત વધવાની સંભાવના છે, જે કોઈ પણ રીતે દેશ અને સમાજ માટે સારું નથી.
 
રાજકોટનું જ્ઞાતિ સમીકરણઃ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં જ્ઞાતિ સમીકરણ પુરુષોત્તમ રૂપાલાની તરફેણમાં છે. અહીં તેમના પોતાના સમુદાય, પાટીદાર સમુદાય (કડવા અને લેઉવા) ના મતદારોની સંખ્યા લગભગ 25 ટકા છે, જ્યારે ક્ષત્રિયોની સંખ્યા લગભગ 8 ટકા છે. આ સિવાય કોળી 15 ટકા, ખેપ 10 ટકા, મુસ્લિમ 10 ટકા, દલિત 8 ટકા, લોહાણા 6 ટકા અને બ્રાહ્મણોની સંખ્યા લગભગ 7 ટકા છે.
 
ગયા ચૂંટણીમાં ભાજપના મોહન કુંડારિયાએ 3 લાખ 68 હજારથી વધારે વોટથી જીત મેળવી હતી. આવી સ્થિતિમાં રૂપાલાનો માર્ગ પણ મુશ્કેલ જણાતો નથી. પરંતુ જો રાજપૂત સમાજનો વિરોધ વધશે તો ભાજપના ઉમેદવારોની જીતનું અંતર ચોક્કસપણે ઘટી શકે છે, જ્યારે આ વખતે પાર્ટીએ પોતાના ઉમેદવારોને મોટી જીતનો ટાર્ગેટ આપ્યો છે.
 
રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 20 લાખ 96 હજાર 366 છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 10 લાખ 85 હજાર 577 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 10 લાખ 10 હજાર 754 છે. 
 
રાજકોટનો ચૂંટણી ઈતિહાસ શું કહે છે: મહાત્મા ગાંધીના રમતના મેદાન એવા રાજકોટની ચૂંટણી પર નજર કરીએ તો 1952થી લઈને અત્યાર સુધી ભાજપનો જ દબદબો રહ્યો છે. આ બેઠક 1952 થી 1962 સુધી કોંગ્રેસ પાસે હતી, પરંતુ 1967માં સ્વતંત્ર પાર્ટીના મીનુ મસાણીએ કોંગ્રેસની જીતનો દોર તોડી નાખ્યો હતો. 1971માં કોંગ્રેસ ફરી જીતી હતી, પરંતુ 1977માં ઈમરજન્સી પછી યોજાયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીના કેશુભાઈ પટેલ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. 1980 અને 1984માં કોંગ્રેસ અહીંથી ફરી જીતી હતી. 2009ની લોકસભા ચૂંટણીને બાદ કરતાં 1989થી 2019 સુધીની ચૂંટણીઓમાં ભાજપનો ઝંડો ઊંચો રહ્યો હતો. વલ્લભભાઈ કથિરિયા આ બેઠક પરથી સૌથી વધુ 4 વખત (1996-2004) સાંસદ રહ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર