14-day remand of three accused in Rajkot TRP Gamezone fire incident granted
	અગ્નિકાંડના ત્રણેય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા છે. આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો. કોર્ટમાં આરોપીઓ સામે ધારદાર દલિલો રજૂ કરવામાં આવી હતી.TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં સ્પે. પી.પી. તરીકે તુષાર ગોકાણીએ કોર્ટમાં કહ્યું હતું કે, આરોપીઓ પાસે કોઈ પૂરાવા નથી. તપાસનીશ અધિકારી પૂછે તો કહે છે કે પુરાવા નાશ પામ્યા છે. તેમને ત્યાં કેટલા કર્મચારીઓ કામ કરતા હતા તેની કોઈ માહિતી નથી. એક મહિલાએ ડાઇંગ ડિક્લેરેશનમાં કહ્યું છે કે, જે માળે આગ લાગી ત્યાં કર્મચારી દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. આ કેસમાં આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યાં છે.આરોપી યુવરાજ સિંહ સોલંકી, પ્રકાશ જૈન, નિતીન જૈન, અશોકસિંહ જાડેજા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર છે જેઓ TRP ગેમઝોનનું સંચાલન કરતાં હતા.