ભારતની ચૂંટણી ઐતિહાસિક રહી, 64 કરોડથી વધુ વોટરોએ મતદાન કર્યુ - ચીફ ઈલેક્શન કમિશ્નર

સોમવાર, 3 જૂન 2024 (17:36 IST)
ચૂંટણીપંચે પરિણામો પહેલાં કહ્યું -'64 કરોડ મતદાતાઓએ મતદાન કર્યું, આ વિશ્વ રેકૉર્ડ છે' : ઇલેક્શન અપડેટ
ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલાં પ્રેસવાર્તા કરી હતી.
 
મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે 64 કરોડ મતદાતાઓએ મતદાન કર્યું છે. આ વિશ્વ રેકૉર્ડ છે. 31 કરોડ મહિલાઓએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે.
 
ત્યારબાદ તેમણે ઊભા થઈને મહિલા મતદારોને તાળીઓથી વધાવ્યા હતા.
 
ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓના વખાણ કરતાં રાજીવ કુમારે કહ્યું કે જ્યારે નકારાત્મક વલણ બને ત્યારે આ લોકોને કેટલી તકલીફ થતી હશે.
 
જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે જિલ્લા અધિકારીઓની ધમકીઓ આપવામાં આવી રહી છે.
 
રાજીવ કુમારે આ વિશે કહ્યું, "મતગણના પહેલાં જણાવવું જોઈએ કે ડીએમને પ્રભાવિત કરવામાં આવ્યા છે. એવું ન બની શકે કે તમે અફવા ફેલાવી દો. કેટલાંક રાજકીય દળોએ અમારી સામે માંગણીઓ કરી હતી. અમે તે માંગણીઓ માની લીધી અને કેટલાક અમારી નિયમવાળા પુસ્તકમાં છે."
 
રાજીવ કુમારે કહ્યું કે મતગણના સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ ન શકે. બધી જ પ્રક્રિયા પહેલાંથી જ નક્કી છે. દરેક તબક્કામાં ઉમેદવારની ભાગેદારી રહે છે.
 
ચૂંટણી અધિકારીએ બીજું શું કહ્યું?
 
2019માં 540ની તુલનામાં 2024માં 39 જગ્યાએ ફરીથી ચૂંટણી કરાવવામાં આવી હતી.
 
આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની હિંસાની ઘટના થઈ નથી.
 
આ દેશમાં એવું કોઈ નથી, જેનું હેલિકૉપ્ટરની તપાસ ન થઈ હોય.
 
આચાર સંહિતાના ઉલ્લંઘનની 495 ફરિયાદો આવી, જેમાંથી લગભગ 90 ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર