ગાંધીનગરમાં રૂપાલાના નિવાસસ્થાને ભાજપના મહામંત્રી રત્નાકર અને હર્ષ સંઘવી વચ્ચે બેઠક

ગુરુવાર, 4 એપ્રિલ 2024 (18:07 IST)
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને ગયા હતાં. જ્યાં તેમની ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ હતી. પોણો કલાક ચાલેલી આ બેઠક બાદ રૂપાલા રાજકોટ ખાતે જવા રવાના થયાં હતાં. તેમણે મીડિયાને કહ્યું હતું કે,

પ્રચાર ચાલુ જ છે. ગઈકાલે રાજપૂત સમાજ અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક બાદ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, હું દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયો હતો.

કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની થતી હોય છે. આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે. એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહિ, પરંતુ તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે. મેં અગાઉ પણ નામ આપ્યાં છે અત્યારે પણ નામ આપી શકું છું. પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર