દરમિયાન, લોકસભા ચૂંટણી-2024 દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં, ચૂંટણી દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી બચાવવા માટે ભારતના ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે સીઈઓને એડવાઈઝરી જારી કરી છે.
ભારતીય હવામાન વિભાગે ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળાની ઋતુમાં વધુ તીવ્ર ગરમી અને હીટ વેવની આગાહી કરી છે. ઉનાળાની ઋતુ પણ લાંબી હોઈ શકે છે. દરમિયાન, લોકસભા ચૂંટણી-2024 દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં, ચૂંટણી દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી બચાવવા માટે ભારતના ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે સીઈઓને એડવાઈઝરી જારી કરી છે.
તમામ મતદાન મથકો પર મતદારોની ત્રણ લાઇન બનાવવામાં આવશે. જેમાંથી એક પુરુષ માટે, બીજો સ્ત્રી માટે અને ત્રીજો વૃદ્ધ અને વિકલાંગ મતદારો માટે રહેશે.જરૂર મુજબ દર બે મહિલા મતદારોએ એક પુરુષ મતદાર મતદાન કરવા જઈ શકશે.