ગુજરાતની આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ કેમ થયો

શુક્રવાર, 29 માર્ચ 2024 (10:01 IST)
લોકસભા 2024ની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદથી ગુજરાત ભાજપ એક અથવા બીજી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં વિરોધને પગલે પક્ષના સિનિયર નેતાઓ ડેમેજ કંટ્રોલ 
થકી વિરોધ અને ગુસ્સો શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
વડોદરા બાદ ભાજપમાં સૌથી વધુ વિરોધ સાબરકાંઠા લોકસભા બેઠક પર જોવા મળી રહ્યો છે.
 
ગુરુવારે પણ સાબરકાંઠા જિલ્લા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી સ્વરૂપે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોવડીમંડળમાં સતત રજૂઆત કરી રહ્યા છે.
 
બુધવાર અને ગુરુવારે પણ હિંમતનગર અને અરવલ્લી ભાજપ કચેરી બહાર આ આવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ માગ કરી રહ્યા છે કે ભીખાજી ઠાકોરને ફરીથી ઉમેદવાર જાહેર કરવામાં આવે.
 
આ સમગ્ર વિવાદ વચ્ચે ભીખાજી ઠાકોરે કહ્યું કે તેઓ પક્ષના નિર્ણયને આવકારે છે અને બધા સાથે મળીને કામ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર