ઉપેન્દ્ર કુશવાહની 'ખૂની ધમકી' થી રાજનીતિમાં બબાલ, JDU એ કહ્યુ અમે બંગડીઓ નથી પહેરી રાખી

બુધવાર, 22 મે 2019 (11:12 IST)
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહાગઠબંધનના ઘટક રાલોસપાના સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહે મંગળવરે એક્ઝિટ પોલના પરિણામોથી નારાજગી બતાવતા કહ્યુ કે ભાજપા પરિણામ લૂટવાની કોશિશ કરી રહી છે. તેના આ વલણથી રસ્તા પર લોહી વહેશે. તેમના આ નિવેદનથી બિહારમાં રાજનીતિક બબાલ મચી ગઈ છે. જદયૂ નેતા સંજય સિંહે તેમના નિવેદન પર કહ્યુ કે તમારુ લોહી લાલ છે તો અમારુ લોહી પણ લાલ છે. ચાહો તો અજમાવી લો. અમે પણ બંગડીઓ નથી પહેરી રાખી. 
 
બિહારમાં આરજેડી કાર્યકર્તાઓ દ્વારા ઈવીએમ ભરેલી ગાડી પકડવામાં આવી હોવાને લઈને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુસવાહા બોલી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કર્પૂરી ઠાકુરજી કહેતા હતા કે, જેવી રીતે આપણો જીવ છે, ઈજ્જત છે તેવી જ રીતે મત પણ છે. વોટની રક્ષા માટે જો હથિયાર ઉઠાવવાની જરૂર પડી તો ઉઠાવો. અમે પણ કર્પૂરી ઠાકુરજીના રસ્તે જ ચાલનારા લોકો છીએ, આજે જે રિઝલ્ટ લૂટની ઘટનાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેને રોકવા માટે હથિયાર પણ ઉઠાવીશું.
 
અપ્રિય સ્થિતિ માટે પીએમ અને સીએમ રહેશે જવાબદાર 
 
કુશવાહાએ કહ્યુ કે ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ નક્કી કર્યુ છે કે કોઈપણ રીતે જીત મેળવવાની છે.  ગેરકાયદેસર પગલાથી પણ તેમને પરેજ નથી. દરેક પ્રકારના હથિયાર અપનાવવાની કોશિશ કરી.  એક્ઝિટ પોલના પરિણામ એ જ ષડયંત્રનો ભાગ છે.  તેના માધ્યમથી વિપક્ષના કાર્યકર્તા અને નેતાઓના મનોબળ તોડી તેમને મતગણના કેન્દ્રથી દૂર રાખવાનુ ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે. 
 
પહેલીવાર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવીને દેશમાં પરિણામ લૂટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનાથી જનતામાં આક્રોશ છે.  જો આ આક્રોશમાં તેઓ રસ્તા પર ઉતરે છે અને કોઈ ઘટના થઈ જાય તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની રહેશે.  કોઈપણ અપ્રિય સ્થિતિનો સામનો કરવા માટે સરકારે તૈયાર રહેવુ જોઈએ. 
 
ઈવીએમની આડમાં કોઈ અનૈતિક કે ગેરકાયદેસર કામ કરવાની કોશિશ ન થાય એ માટે જનતાએ ખુદ આગળ આવવુ જોઈએ. મતગણના કેન્દ્રની આસપાસ મહાગઠબંધનના લોકો હાજર રહે. જનનાયક કર્પૂરી ઠાકુરના એક વક્તવ્યનો આ પ્રસંગમાં ઉલ્લેખ કરતા ઉપેન્દ્ર કુશવાહે કહ્યુ કે તેમને એવુ કહ્યુ હતુ કે પોતાના વોટને રક્ષા માટે  હથિયાર પણ ઉઠાવી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર