પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટની દરમિયાન થયેલ હિંસક ઘટનાઓને લઈને પીએમ મોદીના સૂબાની સીએમ મમતા બેનર્જીને સીધો પડકાર છે. યૂપીના મઉ અને ચંદૌલીમાં ગુરૂવારે રેલીઓને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે આજે એકવાર ફરીથી પશ્ચિમ બંગાળમાં મારી રેલી છે. અમે જોઈએ છીએ કે દીદી ત્યા મારી રેલી થવા દે છે કે ન અહી. ઉલ્લેખનીય છેકે મંગળવારે અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા થઈ હતી. આ દરમિયાન સમાજ સુધારક ઈશ્વર ચંદ્રવિદ્યાસાગરની મૂર્તિ તોડવાને કારણે ટીએમસી અને બીજેપીના વર્કર એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ, થોડા મહિના પહેલા પશ્ચિમી મેદિનીપુરમાં મારી રેલીમાં ટીએમસીએ આરાજકતા ફેલાવી હતી. ત્યારબાદ ઠાકુરનગરમાં તો આ હાલત કરવામાં આવી હતી કે મને મારુ સંબોધન વચ્ચે જ છોડીને મંચ પરથી હટવુ પડ્યુ હતુ. આજે દમદમમાં મારી રેલી છે. જોઈએ છે દીદી આ રેલી થવા દે છે કે નહી.