મમતા બેનર્જીનો મોદી પર હુમલો - મોદી ખુદ શ્રીરામ બોલે છે અને બીજાને બળજબરીથી બોલવા માટે કહે છે

મંગળવાર, 7 મે 2019 (09:34 IST)
લોકસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ રાજકારણીય હુમલો જોવા મળી રહો છે.  સોમવારે વિષ્ણુપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા મમતા  બેનર્જીએ બીજેપી પર હુમલો બોલ્યો અને કહ્યુ કે બીજેપી બાબૂ તમે કહો છો જય શ્રીરામ પણ શુ તમે અત્યાર સુધી એક પણ રામ મંદિર બનાવ્યુ ? ચૂંટણી સમયે રામચંદ્ર તમારી પાર્ટીના એજંટ બની જાય છે. તમે કહો છો કે રામ ચંદ્ર મારા પાર્ટીના ચૂંટણી એજંટ છે. તમે જય શ્રીરામ કહો છો અને બીજાને પણ બળજબરીથી બોલવાનુ કહો છો. 
 
આ અગાઉ મોદીએ એક જાહેરસભામાં કહ્યુ હતુ કે મમતાદીદી મારો ફોન પણ નથી ઉપાડતી. જેના જવાબમાં મમતા બેનર્જીએ મોદી પર વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યુ હતુ કે હુ  એક્સ્પાયરી વડા પ્રધાનની સાથે સ્ટેજ શેર કરવા નથી માગતી. મમતાએ સાથે એમ પણ કહ્યું હતું કે હું વડા પ્રધાનનો કોલ એટલા માટે ન લઇ શકી કેમ કે હું તે સમયે ખડગપુરમાં હતી. એક રેલીને સંબોધતી વેળાએ મમતાએ આ સ્પષ્ટતા કરી હતી.  મમતાએ વધુમાં જણાવ્યું હતું કે હું એવા વડા પ્રધાનની સાથે બેસવા નથી માગતી.  અમે ચક્રવાતથી થયેલા નુકસાનનું ધ્યાન રાખી શકીએ છીએ. અમને ચૂંટણી પહેલાં કેન્દ્રની મદદની જરૂર નથી.
 
બાદમાં જય શ્રી રામના નારાના વિવાદના જે આરોપો લાગ્યા તેને ટાંકીને મમતાએ જણાવ્યું હતું કે ટીએમસી ટી એટલે ટેંપલ, એમ એટલે મસ્જિદ અને સી એટલે ચર્ચ સાથે ખભેખભો મિલાવીને ચાલશે કેમ કે મારી સરકાર કોમવાદ અને જાતીવાદમાં નહીં પણ બિન સાંપ્રદાયીક્તામાં માને છે.
 
બેનર્જીએ કહ્યું કે ટીએમસીને તોલાબાજી કહેતા પહેલાં વડાપ્રધાને લોકોને એ બતાવું જોઇએ કે તેમણે નોટબંધીથી કેટલી કમાણી કરી. બેનર્જીએ આરોપ મૂકયો કે મોદી માટે કોઇ ખૂલીને બોલવા તૈયાર નથી કારણ કે તેઓ સીબીઆઈ અને આઇટીથી ડરાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર