મમતા બેનર્જીનો ફરી ફિલ્મ જગત પર દાવ, લોકસભા ચૂંટણીમાં આ અભિનેત્રીઓને આપી ટિકિટ

ગુરુવાર, 14 માર્ચ 2019 (15:52 IST)
. લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચુક્યો છે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ રાજનિતિક દળ ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપવામાં લાગી ગયુ છે. પશ્ચિમ બ ંગાળની વાત કરીએ તો રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ એટલે ટીએમસી આ વખતે પણ લોકસભા ચૂંટણી (Lok Sabha Chunsav 2019)માં ફિલ્મી સિતારાને મેદાનમાં ઉતારવા જઈ રહી છે. બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી મિમિ ચક્રવર્તી પહેલીવાર રાજનીતિમાં ડગ મુકી રહી છે. તે 2019ની ચૂંટણીમાં પ્રતિષ્ઠિત જાદવપુર ચૂંટણી ક્ષેત્રથી પોતાનુ નસીબ અજમાવશે. તો બીજી બાજુ બંગાળી ફિલ્મ અભિનેત્રી નુસરત જહા ઉત્તર 24 પરગના જીલ્લામાં બસીરહાટ સીટ પરથી ચૂંટણી લડશે. હાલ આ સીટ પરથી તૃણમૂલની ટદરિસ અલી સાંસદ છે. આ બે અભિનેત્રીઓ ઉપરાંત વર્તમાન સાંસદ દીપક અધિકારી, શતાબ્દી રૉય અને મુનમુન સેન પણ એક વાર ફરી મેદાનમાં ઉતરશે.  
દીપક અધિકારી દેવના નામથી લોકપ્રિય છે. દેવ અને રોય ક્રમશ ઘાટલ અને બીરભૂમ સીટો પરથી ચૂંટણી લડશે. બીજી બાજુ સેનને બાંકુરાથી આસનસોલ સ્થાનાંતરિત કરી દેવામાં આવી છે.  આ સીટ ભાજપાના ગાયક નેતા રાજનેતા બાબુલ સુપ્રીયોએ જીતી હતી. જોકે તૃણમૂલે જાણીતા કલાકાર અને વર્તમાન સાંસદ તપસ પાલ અને સંધ્યા રૉયને આ વખતે તક આપી નથી.  પાલને 2016 ડિસેમ્બરમાં સીબીઆઈએ રોજ વૈલી ચિટફંડ કૌભાંડમાં ધરપકડ કરી હતી.  જે હાલ જામીન પર છે. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસે મિથુન ચક્રવર્તીને રાજ્યસભ્યાના સાંસદ પણ બનાવ્યા હતા પણ ખરાબ તબિયતનું કહીને તેમને ડિસેમ્બર 2016માં રાજીનામુ આપી દીધુ હતુ. 
ઉલ્લેખનીય છે કે 2014માં પણ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે પાંચ ફિલ્મી કલાકારોને મેદાનમાં ઉતાર્યા હતા. બધાએ પોત પોતાની સીટો પર જીત મેળવી હતી. પાર્ટીની નવી મોટી જનસભાઓને પણ ટેલિવિઝન અને ફિલ્મ જગતની હસ્તિયો દેખાવવાની છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનજ્રી  (Mamata Banerjee) બે દિવસ પહેલા જ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2019)માટે TMC ઉમેદવારોનુ એલાન કર્યુ હતુ. મમતા બેનર્જીએ કહ્યુ કે આ વખતે પાર્ટીએ 41%  મહિલાઓને ટિકિટ આપી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર